100 percent subsidy on energy efficient furnace
યોજનાનું નામ
  • સંસ્થાએ વિકસાવેલ ઉર્જા કાર્યક્ષમ ભઠ્ઠી સબસીડીથી પુરી પાડવાની યોજના
યોજનાની પાત્રતા
  • માટીકામ કરતાં કારીગરો માટે ૧૦૦ ટકા સબસીડીના ધોરણે વિનામૂલ્યે ઉર્જા કાર્યક્ષમ ભઠ્ઠીની સહાય
  • આ યોજના અન્વયે ઓછમાં ઓછા ર (બે) માટીકામ કરતાં કારીગરોના સમુહને રાજ્ય સરકારની ૧૦૦ ટકા સહાય આપવામાં આવશે.
  • અરજદારો માટીકામના વ્યવસાય સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા અને માટીકામની પ્રવૃત્તિ કરતો હોવા જોઇએ.
  • અરજદારોની ઉંમર ૧૮ થી ૫૮ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • સદર યોજના અન્વયે લાભ લેવા માટે અરજદારોએ સંસ્થા દ્વારા નિયત કરેલ અરજીપત્રકમાં જરૂરી વિગતો અને પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે.
  • સંસ્થાના નીતિ નિયમો તેમજ ભઠ્ઠી બાંધકામ અંગેના જે તે સમયના ધારા ધોરણો અરજદારોને બંધનકર્તા રહેશે. સંસ્થા દ્વારા જે શરતો બોલીઓ નક્કી કરે તેનુ પાલન કરવાનુ રહેશે.
  • અરજદારોની કુંભારીકામ/માટીકામ વ્યવસાય માટે જે તારીખે અરજી કરે તે તારીખે પોતાની અથવા ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભાડા પટ્ટાની ઓછામાં ઓછી ૮૦૦ થી ૧૦૦૦ ચો.ફુટની ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે.
  • અરજદારોએ ઉર્જા બચાવતી ભઠ્ઠીનો ઉપયોગ ફક્ત કુંભારીકામ/માટીકામ વ્યવસાય માટે જ કરવાનો રહેશે અને જો તેનો દુરુપયોગ જણાશે તો સંસ્થા કાયદેસરની કાર્યવાહી કરશે.
  • અરજદારોએ જુથમાં અરજી કરેલ હોય તેવા કિસ્સામાં તેઓ જુથમાં સદર ઉર્જા બચાવતી ભઠ્ઠીનો ઉપયોગ કરશે તેવુ રૂ.૩૦૦/-ના સ્ટેમ્પ પેપર ઉપર નોટીરાઇઝ બાંહેધરી આપવાની રહેશે.
  • અધુરી વિગતો વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. તેથી તમામ વિગતો અને જરૂરી દસ્તાવેજો સાથેનુ અરજીપત્રક મોકલવાનુ રહેશે.
  • ભઠ્ઠી અંગેની કોઇપણ પ્રકારની સહાય રોકડમાં ચુકવવામાં આવશે નહી. સહાય ફક્ત ઉર્જા બચાવતી ભઠ્ઠી સ્વરૂપે જ આપવામાં આવશે.
  • અરજદારોએ રજુ કરેલ પ્રમાણપત્રોની નકલના અસલ દસ્તાવેજો સંસ્થા માંગે ત્યારે ચકસણી અર્થે રજુ કરવાના રહેશે.
  • અરજદારોએ સર્વસંમતિથી આપેલ બાંહેધરી પત્ર મુજબ ઉર્જા બચાવતી ભઠ્ઠીનો ઉપયોગ ફરજીયાતપણે કરવાનો રહેશે.
  • અરજદારોએ ઉર્જા બચાવતી ભઠ્ઠી બાંધવા માટે જે જમીન પર ભઠ્ઠી બાંધવા માંગતા હોય તે જમીનની માલિકી અંગેના જરૂરી દસ્તાવેજો અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે. બાંધકામની પરવાનગી માટે પરવાનગી/રજાચીઠ્ઠી જે તે ગ્રામ પંચાયત/નગરપાલિકા/સક્ષમ ઓથોરીટી ની મેળવવાની રહેશે.
  • શરતો અંગે જો કઇ ગેરસમજ થાય તો સંસ્થાના નિયામકશ્રીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
  • અરજદારોએ ઉર્જા બચાવતી ભઠ્ઠી જે જગ્યાએ બાંધવાની છે તે જગ્યાએ ગ્રામ પંચાયત/નગરપાલિકા કે સંબધિત ઓથોરીટી પાસેથી મેળવીને અરજીપત્રક સાથે રજુ કરવાનુ રહેશે.
  • આ યોજના ફક્ત ગુજરાત રાજ્યના કુંભારીકામ/માટીકામ સાથે સંકળાયેલા કારીગરો માટેની જ છે.
  • ઉર્જા બચાવતી ભઠ્ઠી તૈયાર થયા બાદ ઉપભોક્તાએ ભઠ્ઠીની ઉપયોગીતા અંગેનો અહેવાલ /રીપોર્ટ દર ૩ માસે સંસ્થાને મોકલવાનો રહેશે.
  • ભઠ્ઠી બાંધકામ અને ઇન્સ્ટોલેશનબાદ ભઠ્ઠીની જાળવણી અને મરામત બાબતે થનાર ખર્ચ લાભાર્થીઓએ સ્વખર્ચે કરવાનો રહેશે.
Login to Portal

For New Individual Registration Click Here

SHRI BHUPENDRA PATEL
Hon’ble Chief Minister of State Government of Gujarat
SHRI BALVANTSINH RAJPUT
Hon’ble Cabinet Minister of State Government of Gujarat
SHRI JAGDISH PANCHAL
Hon’ble Minister of State Government of Gujarat
SHRI PRAVIN SOLANKI, IAS
Secretary and Commissioner, Cottage and rural Industries, Government of Gujarat
Welcome to the Portal

Cottage and Rural Industries department is monitored by Government’s Industries and Mines department and implementing various schemes through subordinate offices.

Steps for Online Application
Register Yourself
Login & Profile Update
Apply For The Scheme
Submit Your Application