Tool Assistance Scheme for Pottery Artisans
યોજનાનું નામ
  • માટીકામ કારીગરો માટેની સાધન સહાય યોજના
યોજનાની પાત્રતા
  • માટીકામ કારીગરો માટેની સાધન સહાય યોજના અંતર્ગત વ્યક્તિગત કારીગરને ૭૫ ટકા સબસીડીના ધોરણે ઇલેકટ્રીક ચાક અને ઇલેકટ્રીક પગમીલ જેવા સાધનો મેળવવાની અરજી.
  • અરજદારે સંસ્થાએ નિયત કરેલ નમુનામાં અરજી કરવાની રહેશે. સંપૂર્ણ વિગતો અને પ્રમાણપત્રો વાળી અરજીઓને અગ્રતાક્રમ આપવામાં આવશે.
  • અધુરી વિગતો વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી તેથી તમામ વિગતો અને જરૂરી દસ્તાવેજો સાથે અરજીપત્રક કચેરીમાં મોકલવાનુ રહેશે.
  • આ યોજના અન્વયે સંસ્થાની સહાય ૭૫ ટકા અને લાભાર્થી ફાળો ૨૫ ટકા મુજ બ રહેશે. જે મુજબ લાભાર્થીએ પોતાના ફાળાની રકમ સંસ્થા જણાવે તેના દિન-૭માં અધિકૃત બેન્કના ’’ GMK & RTI ’’ ના નામના ડીમાન્ડ ડ્રાફટથી સંસ્થાની કચેરીમાં અવશ્ય જમા કરાવવાની રહેશે.
  • ૨૫ ટકા લેખે અરજદારના ફાળાની રકમ કચેરીમાં જમા કરાવ્યાની રશીદની કોપી સંસ્થામાં રજુ કર્યેથી સંસ્થા દ્વારા મશીનરી/સાધનની ડીલીવરી આપવામાં આવશે.
  • અરજદાર પ્રજાપતિ /કુંભાર જ્ઞાતિનો અને કુંભારી કામ/માટીકામના વ્યવસાય સાથે પ્રત્યક્ષરીતે સંકળાયેલ હોવો જોઇએ અને માટીકામ કરે છે તે મતલબનુ સક્ષમ અધિકારીનુ પ્રમાણપત્ર અરજીપત્ર સાથે આપવાનુ રહેશે. તદઉપરાંત માટીકામના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કારીગર માટીકામ કરે છે.તે મતલબનુ પ્રમાણપત્ર અરજીપત્ર સાથે આપશે તો તેઓને પણ યોજનાનો લાભ મળી શકશે.
  • અરજદારની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધી હોવી જોઇએ.
  • અરજદારને જે હેતુ માટે સાધન સહાય આપવામાં આવી હોય તે સાધન સહાયનો ઉપયોગ તે હેતમાટે જ અને કુંભારી કામ સંલગ્ન હોય તે બાબત માટે જ કરવાનો રહેશે.
  • અરજદાર આ યોજના હેઠળ સહાય મેળવીને તેનો દુરઉપયોગ કરશે તો તેને આપેલ સાધન સહાયની રકમ રેવન્યુ રાહે સંસ્થા દ્વારા વસુલ કરવામાં આવશે.
  • સંસ્થા દ્વારા સાધન સહાય ચુકવ્યા પછી અરજદારે જે બાબતે સાધન સહાય મેળવેલ હોય તે અંગે રૂબરૂમાં સંસ્થાના અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી દરમ્યાન જણાશે કે સાધન સહાય જે હેતુ માટે આપવામાં આવેલ છે તે માટે ઉપયોગ કરવામાં આવેલ નહી હોય તો આપેલ સાધન સહાય ની રકમ પરત લેવામાં આવશે.
  • દર્શાવેલ સાધનોની ખરીદીની કાર્યવાહી ગુજરાત રુરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ ફેડરેશન (ગ્રીમકો) દ્વારા કરવામાં આવે છે. ગ્રીમકો દ્વારા સંસ્થાને સાધનોની ડીલીવરી મળ્યેથી અરજદારોને અત્રેની સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવે છે. સાધનોની ડીલીવરી સંસ્થા જણાવે તે તારીખે અને સ્થળે અરજદારે પોતાના ખર્ચે સાધનોની ડીલીવરી મેળવી લેવાની રહેશે. સાધનો લઇ જવા માટે કાર્ટીંગ પેટે અલગથી કોઇ પણ પ્રકારનો ખર્ચ કે ચાર્જ અરજદારને ચુકવવામાં આવશે નહી.
  • અરજદારને સહાય ફક્ત સાધન સહાય સ્વરૂપે જ આપવામાં આવશે. સહાય રોકડ સ્વરૂપમાં આપવામાં આવશે નહી.
  • અરજદારે અરજીપત્રક સાથે રજુ કરેલ પ્રમાણપત્રોની નકલોના અસલ દસ્તાવેજ સંસ્થાને જરૂર પડશે ત્યારે ચકાસણી અર્થે રજુ કરવાના રહેશે.
  • સાધનની ડીલીવરી ચકાસીને લેવાની રહેશે. ડીલીવરી લીધા બાદ સાધનની કોઇપણ પ્રકારની ફરીયાદ ધ્યાને લેવામાં આવશે નહિ.
  • સાધન સહાયનો લાભ કુટુંબદીઠ એક જ વ્યક્તિને મળવાપાત્ર થશે.
મળવા પાત્ર મશીનનું નામ
  • ક્રમ નં મશીનનું નામ
    ઈલેકટ્રીક ચાકડો
    પગમીલ મશીન
    બ્લન્જર મશીન
    પોટ/બોલ મીલ
    ગ્રેન્યુલર મશીન
    ટોગલ પ્રેસ
Login to Portal

For New Sakhi Mandal / Industrial Cooperative Society / NGO Registration / Khadi Organization - Mandali
Click Here Employee Login GRIMCO Login

For E-Kutir Mobile Application Download Click Here

Shri Narendra Modi
Hon. Prime Minister
SHRI BHUPENDRA PATEL
Hon’ble Chief Minister of State Government of Gujarat
SHRI BALVANTSINH RAJPUT
Hon’ble Cabinet Minister of State Government of Gujarat
SHRI JAGDISH PANCHAL
Hon’ble Minister of State Government of Gujarat
SHRI PRAVIN SOLANKI, IAS
Secretary and Commissioner, Cottage and rural Industries, Government of Gujarat
Welcome to the Portal

Cottage and Rural Industries department is monitored by Government’s Industries and Mines department and implementing various schemes through subordinate offices.

Steps for Online Application
Register Yourself
Login & Profile Update
Apply For The Scheme
Submit Your Application